“માડૂડ઼ા યાર મરી વેંનેં” [તેજ]

ધરમ કીં ધાર તું ધિલમેં, માડૂડ઼ા યાર મરી વેંનેં,

ટુબણજીં ડૅ ટુબી જલમેં, તીં પલમેં તું ટરી વેંનેં.

        જન્મારો જુડ઼્યો મોંઘો, પ તેંમેં જીયણ કિતરો,

        વિલ ટીપો સરે પનતા, હિતા તું તીં સિરી વેંનેં.

વખત કે કીં વિઞાયેંતો, મૂરખ તું વારનેં વકમેં,

ખિરેતો ફૂલ ફૂલીનેં જીં, ખિલીને તું ખિરી વેંનેં.

        મં કઢ પાડૂં પરાઈયું તું, જાજરો ઝાડ તૉજો ન્યાર,

        હિકડ઼ો ડીં જપાટે સેં, અડ઼ે ! તું પિંઢ લિરી વેંનેણ,

ભલો થી ભલાઈયું કર, ભુછાઈજો ભતો ભુછડ઼ો,

મરમીં થી બિછાઈ છડ, ત “તેજ” ચૅ તું તરી વેંનેં.

ભગવાન ભાવજો ભુખ્યો આય.

 (કવિત)

વાલ્મીક ભીલ, જેંજો સાર હો શિકારતેં,

વાટ મથા વાર્યોં રામ, તાર્યોં તેંકે તનસેં.

કુબજા કુરૂપ કૅડ઼ી, ગુણીકામેં કૅડ઼ા ગુણ,મન

સુકલ સુદામો તાર્યોં, ધિલ ભરે ધનસેં.

ગજરાજ કેં, પુકાર, વ્રજરાજ ચડ્યા વાર,

ભાજી ગ઼િડ઼ાં ભાવ ડિસી વિદુર વચનસેં.

જદુપતિ ન્યારીયેં નતા, જનમનેં જાતપાત,

વનમાલી વશ થીયેં, મિઠે રૂગ઼ે મનસેં.

(સ્વ. પ્રતાપરાય ત્રિવેદી- ઈનીજે પ્રકાશન “મોરજો મલાર” મિંજા સાભાર)

મૂંજી ઓરખાણ

પૂરો નાં અટક સોંત – ધનજી ખીમજી ભાનુશાલી

ઉપનામ – “કડક બંગાલી”

જન્મ તા. – ૭/૯/૧૯૪૨

અભ્યાસ – બી.એ.[ઑનર્સ] ઍલ. ઍલ.બી. ઍડવૉકૅટ.

મૂરગામ – લોરીયા – ભુજ-કચ્છઃ

હૅરજો સિરનામું –

છૉક [હૉબી] કચ્છી ભાષા જે વિકાસલાય જિકીં થીએ સે…

હૅરજો સિરનામું – “જલારામકૃપા” ૧૦ ઍસ ટી સૉસાયટી. સંતોષીમાનાં મંદિરની સામે. [ભુજ-કચ્છ] પીન-૩૭૦ ૦૦૧

લેન્ડ લાઈન – [૦૨૮૩૨] ૨૫૫ ૩૨૦

મૉબાઈલ નં- ૯૩૨૭૬ ૫૭૯૩૦

પ્રકાશિત પુસ્તક.

૧.      “ખારી ખારી ખન” [કચ્છી વાર્તાઉં] વરેં – ૧૯૮૬

૨.      “ઢોરવાડ઼ો”  [કચ્છી વાર્તાઉં]  વરેં ૧૯૯૨

૩.      “મિઠો મિઠો નિમ” [કચ્છી વાર્તાઉં] વરેં ૨૦૦૬

૪.      “રાવલપીર”  વરેં ૧૯૮૮

૫.      “પંડિત શ્યામજી કૃષ્ણવર્મા” વરેં ૧૯૮૭ [બ-આવૃતિયું]

૬.      “આપણા ગુરૂ ઓધવરામજી” વરેં ૧૯૮૯ [ત્રૅ આવૃતિયું]

૭.      “જય હિંગલાજ” વરેં ૨૦૦૬ [અજય પ્રકાશન-અમદાવાદ]

૮.      “ગુજરા હુઆ જમાના” વરેં ૨૦૦૬

૯.      “ભાનુવંશજ ભાનુશાલી”

પ્રાર્પ્ય ઍવોર્ડ

૧. “ખારી ખારી ખન” કે કચ્છી સાહિત્ય અકાદમી-ગુજરાતી સાહિત્ય અકાદમી તરફાં પૅલો ઈનામ.

૨. “ઢોરવાડ઼ો” કચ્છી સાહિત્ય અકાદમી તરફાં બ્યો ઈનામ.

૩. મનુભાઈ પાંધી ઍવોર્ડ.

અચીંધલ પ્રકાશન

૧. “કોસો કોસો સી” [કચ્છી વાર્તા સંગ્રહ]

૨. “આંધરા” [કચ્છી નવકથા]

૩. “કચ્છજા મીરાં”-જેઠીબા. [કચ્છી ભાષામેં ઈનીજો જીવન વૃતાંત]

૪. ખારડીયાના આશાપૂરા.

વાર્તા – કોરો પુસાટ.

        ધીરબાઈ નોં જી ધવાધૂરી, દોરાધાગ઼ા, પુછાણ ગ઼ાછાણ નેં આખી મંતરાય હટી પિઈ, પાંછો તાં મુંભઈ હો, વૈસાખમેં લુખું લગ઼ેં નેં મકાઈ કાડ઼ો છુઈ ફુટી પૅ,..ઍડ઼ૅ કાડ઼ેમેં સાકરી સસ ધીરબાઈ જી રજા ગ઼િની નેં તકડ઼ી તકડ઼ી અજૉર મ્યા પાંચે વટ પુજેજી લુછમેં કંઢેકે જલીંધી ધ્રૉડ઼ંધી વઈ પે, કર !..કુંવારી નય ધરીયાકે મિલણ વેંધી વે, ભૉ….સાકરી કે પેંણે કે પઞે વરેં પ જૅડ઼ી “કુંવારી” જ હુઇ, કૉ જ ! ઈંન ભેરી પેંણલ સગ઼ી ભેંણજા નાડ઼ોનાડ઼ ત્રૅ પુતર થ્યા, બ આઠમ જી રાતજો ભેરા આયા ઈતરે કાકુ મા’રાજ જે ડસે વિગર કાનૂં નેં કિરસન નાલો રખી ડિનોં. પોયતાં કુધરતી રાશી પ ઈ જ આવઈ, હિકડ઼ે જ ઘરમેં હૂં સગ઼ીયું ભેનરૂ નેં દેરાણી-જેઢાણી થીયેં. સાકરી ઘરેં બુઆર-સૂઆર, માની-કપડ઼ા કમકાજ સંભારે. ડૅઢ એકરજી ‘ટુકરી’ નયજે કંધે તેં હુઈ. તેંમેં બારૉય મેંણાં ભકાલો થીએ, પેંણે પુઠીયા પાંચે કે ‘હવામાન’ નં સીંભાણું ઈતરે કાકુશેઠ વટ ધુકાનતેં પુડ઼ીકા વારીંધો હો, ટાંણેં પ્રસંગ તીં સાતમ આઠમ નેં નૉરાતેં અચીંધો હો…! ભિલાંઠડ઼ીજો છિતો ખેલાડ઼ી ઈતરે મૂંભઈ વિઞે તૅસીં ભિલાંઠડ઼ી રમે. ટેસન જે વડ઼ જ્યું ડાગૂં ઈનકે સિકેં પિઈયું.

        સાકરી ડાઈ બૉરી. પાંચો થકે તૅર અચે, ઈતરે ગ઼ટે માની ખાવ ખાય નં ખાયનેં, નિંઢડ઼ે ભા જા છોરા સટ કઢી કુલા જોરીએં, નેં ભિલાંઠડ઼ી સેં ડિનલ ઠેંક નેં બિલંગેં વારી કાયા કે ગભૂરેંજી સૉડ઼ાણી નેં છિનતોડ઼ મિઠા લગ઼ેં, “હલ..મ.મ..ગ઼િની ડીંયાં’…ચિઇને ભાત્રઈએં કે ધુકાનતેં કોઠે વિઞે, વાટમેં સાકરી ભેરી થીએ ત..!  ડિઈ ડે.., ત્રૉય નચંધા-ગેંધા, રાંધૂં કંધા-કુડંધા “વડીમા’ ઇગ઼ીયા હલ્યા ! સાકરીતાં સુણંધે ચુમીએં સેં પુસાય છડે. ! અખ છિલે પ કેર ડિસે ?. વરી અખમેં હિરખજા રૂંગા પ હોંય ?. ડેર  નેં સગ઼ી ભેણજા વીયા ! પેટજા જ નં ! ઍડ઼ી કિસ્મતજી સલાજી વિચમેં ત ખુતા પંજ વરેં રાજીપે કઠી વિઈ.  પ ! ઈન કે ઉગ઼ંધલ ડીં તેં ભરોંસો હો…!

        ભૉ…તૅની ગોઠમેં ભવાઈયા આયા વા…! “જેસલ તોરલ’ જો ખેલ હો. પાંચે મૉડ઼ો મૉડ઼ો સાકરી ડિયાં ન્યારે ગ઼િડ઼ેં,  કૉ ! અખીયૂં ઊંગીયેં તી સાકરી ?? માંક વૅલી વિઠી ઈતરે ?. તોરલ તાં સતી હુઈ ઈતરે ઈનકે વંશ વધાય લુછ નં હોય. ઈનકે તાં તન તંભૂરો મન મંજીરો વલા વા….!. ખેલ ચાલુ હો. તિત આવઈ વનસમૉર, ઈતરે ક નાચ ગાના થ્યા. નેં “બાર બાર તુજે ક્યા સમજાયેં..પાયલ કી ઝનકાર’..ગ઼ેંધે – નચંધે રૂપારો કર  સુરગજી અપ્સરા રિઇ. ઍડ઼ો બચુ મીર, ગીત વિઅ મ્યા ભંધ કરે નેં જુવાણેં ડીંયાં અઙ વારેં નેં હથતાડ઼ી ડિનેં નેં કર મુછતેં કાગ઼ડ઼ેજી ભિઠ પિઈ હોય તીં. પાંચો નેં ડાખૉક ધોસ્તાર ઑ….નિંઢી પિરૉ થિઇ તૅસીં “હમચૂડ઼ો” સામસાંમેં ગ઼ારાયનેં ભચુ નેં ધોસ્તારેં જો ફાંકો લાય વિધોં. ! ઇતાં વરી બ પલ અખ ભેરી કરેનેં કમકાજ તેં ચડ઼ણલાય ખેલ હૈયા ચાલુ કરેજો કાકુ મા’રાજ ચ્યોં, તડેં પ પાંચો નેં ભચુ અખીયેંસેં કર ચ્યોં વિઠે, “સવારે ગ઼ાલ” ! ખેલ પૂરો થ્યો ! પાંચો અઙણમેં જ સુમી ર્‍યો. સાકરી નેં ગરલ રાત નેં સિંજા ..ત્રૉય હેકલીયું હુઈયું. સિંજાજી વટ તેં મોગરો થ્યો હો. ઈ લાયલા કરેનેં સાકરી બ વેરા મન વારેં, નેં ત્રિયાર ઉથઈ, બારી મ્યા ન્યારેં ત ! પાંચે કર ગ઼ારાંયતે “ભચૂડ઼ે જ્યૂં  બારૉ બાયડ઼ીયૂં..” સાકરી મોગરો લાથેં, વટ નીચીં કેં, અંધારેજો પુતારો ઢર્યો. ગરલ રાત માંક જે રૂંગ઼ેં હુબકા ડિનેં તે, સાકરી ઢૂંનણી તેં આવઈ, સિરે હેઠ રખલ ચૉપડ઼ી તાં વાંચાજે તીં નં હુઈ. નિકા “મદનતરંગ” પુસ્તક ગ઼ચ ટૅમનું વાંચેં તે, નેં રાત નેં અખીયું કારો પુસાટ –ભુજાઓ ઓઢેનેં પાસા ઘસે ઘસે સુમી રે લાય હાંણેં ત ઘસલ પાસેં સેં ચેલ મેં ઘાસૉટીયૂં પોંણ આવઈયું તે, પ…ડાયે ઘરજી ધી !..કિઈ ધી મા-પે કે ઓભાલો ડે ક..??..’

        સિભૂતાં પિંઢ મૉઆડ઼ી થિઇ પ..! પાંચો નં ઉથ્યો !. “ઉજાકો આય” ઈં સમજીનેં ધીરબાઈ પુતરકે નં ઉથીયારેં. પ…સઉં સુતલ પાંચો કર કાઠજી પાટ પિઇ આય તીં ન્યારેનેં ધીરબાઈ ધુબણ લગ઼ી. “પિંઢજો પ ઉજાકો આય”, ઍડ઼ો મનકે સમજાંય. પ ! ઈં નં થ્યો, અડેસેં ઈસ વજાયં, પાંચે પાસો ફેરેં, ધીરબાઈ ઘરમેં આવઈ, ડીયો બત્તી કરેનેં બીં મિટ્ટેં તેં હથારીયું લગ઼ાયનેં દાદે શંકર વટા રોજ વારેજીં, માફી મંઙે….પ…અજ઼ અઙ રફ્યો તે, “સાકરી..સાકરી..” મનજી મારા કોક પિરાછત કરણ લગ઼ી ક ! કુરો ?..!

        ગડો જોતરે લિખુ નિઢે છોકરે કે ધીરબાઈ ચેં ! કર ધુશ્મણ ખેતર પંધતેં પુજી આયો હોય નેં તરારેં બજણું હોય, ઍડ઼ી ટાંઢી અખીયેં મેં ડિસીનેં લિખુ ચેં !; તૂં સુમી રિઈ હુઈયેં ત !. “સજી રાતજો ઉજાકો નેં મથા વૅલી કૉ ઉથીયેં મા’..?

        “સુમી રિઇ સેં તડેં જ વટજી વ્યો ઇન મનમેં ચેં”..

માકમેં ભકાલે કે પાણી ડિઈ ડિઈ ખંગ થિઇ નેં ઈન ખંગ મ્યા. ટી.બી. થિઇ. ધીરબાઈ સૅનેટરીમેં છ મેંણા રિઈ, નેં નિંઢપણમેં ડિનલ બોલ તેં વૈસાખજી સાઈ સાતમ જો લિખુ નેં પાંચો પેંણાજી આયા. ધીરબાઈ કે ઘે નેં તેલ ખાધેજી ના હુઇ,..પ..! પંજ વરે નિકરી વ્યાનેં સાકરી કે વરાંણ ન થિઇ, તેંજો ખટકો ધીરબાઈ અજ઼ તૈં ધબાય રખેં.

        ગડો જુતો..! ધારબાઈ કારે ડુંગર જૅડ઼ી માઠમૂઠ વિઠી હુઈ, ગડો સીમ લંગે નેં પુગ઼ો વીયાંઈં જે ઘરેં, …”નેણબાઈ..આંજો જોડ઼ો નેં મૂંજો મથો. ધીરબાઈ જે સડ્ડમેં ધરધનેં બર બૉય વા. બિનીં વીયાંણેં મનભરે..ગ઼ાલીયૂં ક્યોં. માનીબાની ખાધોં. નેં બે ડીં પાંચે નેં સાકરીજા છૂટાછેડ઼ા પ થિઇ વ્યા.

        ગોઠ પાંચાડ઼ેમેં ચાર અઠ ડીં ગ઼ાલીયું થિઇયું,-‘ભુલાજી વિઇયું.’

        કિસ્મત જે ખેલ સામે માઠ રૅલ સાકરી કે ધીરબાઈ જી વડી ભેંણ જો પુતર ભીમુ જેંજી સગ઼ાઈ તુટી હુઈ, તેંસેં પેંણાયોં. હાંણે સાકરી કે ખટો ખાધેજો મન થીયેતો…! ધીરબાઈ પોય જિજા ડીં નં કઠ્યોં પ ! કોરો પુસાટ ભિજાયનેં આખર ખટી વ્યા.

ડૉ. રમેશ ભટ્ટ “રશ્મિ”

“ઑખો આય”

 [કવિત]

મતલભ નેં મોહ લોભ, લાલચ નં છડજે,

કામ, ક્રોધ, વિચાર, વૃતિ, મન અતિ મૅલો આય.

        સ્વારથ નેં સત્યજો ભેધ, સમંજોં વિઠા પણ,

        મૂર નં ગૅનારીયૂં ઍડ઼ો, અંધર ગચૅલો આય.

જીવનમેં પ્રેમજો મહત્વ, હૂંધો પણ,

વાસના-વિકારજો, પરિવર્તન છૅલો આય.

હિન મિંજા બાર નિકરણૂં, તેં કનાં “સ્વપ્ન”

સૂઈજે નાકે મિંજા ઉઠ કે, નિકરણૂં સૅલો આય.

લાલજી મેવાડા “સ્વપ્ન”

 

 

 

 

કચ્છીબોલીની લિપિ

[ભાષા-ગુજરાતી]

[મહેન્દ્ર દોશી]

કચ્છીબોલીની લિપિ અંગેનો વિવાદ કોઠે પડી ગયો છે. આ વિવાદ ઠરી ગયેલ કોલસા જેવો છે, સમયાંતરે ફૂંક મારતા પ્રજ્વલિત થાય અને પુનઃ ઠંડો પડી જાય. આ વિવાદ માટેના કારણો શાસ્ત્રીય હોવા કરતાં તેમાં તર્કનું તત્વ વિશેષ જેવા મળે છે. ખરું કહીએ તો. આ વિવાદને ભાષા-વૈજ્ઞાનિક સ્તર પર મૂકીને સર્વ માન્ય સંમતિ સાધી વિવાદનો અંત લાવી શકાય તેમ છે.

હાલમાં કચ્છી બોલી માટે નવો ફણગો ફુટ્યો, ગત વર્ષે કેટલાંક સામાયિકોમાં “કચ્છી બોલીની પ્રથમ નવી લિપિની શોધ” શીર્ષક હેઠળ સમાચાર કવર કરવામાં આવેલા. જે જુના ઐતિહાસિક અવલોકનો નોંધતા ખોટી જાહેરાત હોવાનું જણાય છે. આ માટે ભૂતકાળના કેટલાંક પાના ઉથલાવવા જરૂરી છે.

૧.      ઠક્કર નારાયણજી જોબન પુત્રાએ ઇ.સ. ૧૯૨૦માં ‘ૐ’ માંથી એક લિપિ બનાવી હતી. તેમણે આ લિપિમાં “કચ્છીભાષાની પેલી ચોપડી” નામથી પ્રકાશિત કરી હતી.

૨.      લાલજી નાનજી વકીલે પણ પ્રયત્ન કરેલ. “કચ્છી નવલિપિ” આપી.

૩.      વ્રજલાલ ભગવાનલાલ છાપાએ “સ્વદેશ” સામાયિક ૧૮૮૯ ના અંકમાં પ્રયત્ન કર્યો. જેમાં પ્રથમવાર કચ્છી શબ્દો ઉચ્ચારોના વર્ણો મૂકેલ છે.

૪.      રામસિંહજી રાઠોડે “ખોજકી લિપિ”  શોધવાની નોંધ મળે છે. (સંદર્ભ-‘કચ્છ રચના-દિપોત્સવી અંક-ઓકટોબર ૧૯૭૬ “કચ્છ લિપિ ઇતિહાસ”. રાનસિંહજી રાઠોડ-પાના-૧૮.

        આ લિપિનો ઉપયોગ ખોજા લોકો લખવામાં અને શાળામાં કરતા હતા. ૧૭૩૭ ની ઉપલબ્ધ પ્રત અને ૧૯૩૨ ની ઉપલબ્ધ પ્રતમાંથી શ્રી રાઠોડે ખોજકી લિપિના વર્ણો તારવેલ છે.

૫. રાઠોડે આઠમી સદીના ભંભોરના ખોદકામમાંથી મળેલ માટીનાં માપિયાં પર જે લિપિ અંકિત થયેલ છે  તે નાગરી શૈલીની છે, આ લિપિને પ્રથમ કચ્છીલિપિ તરીકે ઓળખાવાય છે.

આ પરથી સાબિત થાય છે કે પહેલાં કચ્છીલિપિ હતી. આ સિવાય પણ “મામઈ” દેવની વાણીની પોથીની લિપિ “વણીક અખર” –એ લુહાણા-ભાટિયાની હટાઈ ભાષા – નારાયણ સરોવરના ગોરના ચોપડાની સહીઓમાં જૂની લિપિ જોવા મળે છે. [સંદર્ભ-કચ્છ રચના]

કચ્છીભાષાના સંદર્ભમાં કચ્છનો ભૂસ્તરનો ઈતિહાસ ૧૫ કરોદ વર્ષ જૂનો છે. એ સમયની ૨”x૪”ની ગોળ છીપ મળી આવી છે, જે આધારે કેટલીક હકીકત મેળવી શકાય છે. [સંદર્ભ-કચ્છ મ્યુઝિયમની શતાબ્દિ ઉજવણીનો અંક]

૧.      લોથલ સંસ્કૃતિના અવશેષો અને સિંધુ સંસ્કૃતિની અર્ધ ચિત્રાત્મક અક્ષરાત્મક લિપિ મળી આવેલ છે. જેને ઉકેવા માટે ડૉ. રાવે [કર્ણાટક] રશિયન વૈજ્ઞાનિકની મદદથી લિપિને ઉકેલવાના પ્રયત્ન કરેલ પરંતુ અંશતઃ સફળ થયેલ. [સંદર્ભ-ટાઈમ્સ ઑફ ઈન્ડિયા, પૂના,૧૬.૯.૮૦]

૨.      કચ્છમાં પહેલી સદીથી ૧૭મી સદી સુધીના ઉત્કીર્ણ લેખો ઉપલબ્ધ છે. તેમાં આઠ ક્ષત્રપકાલીન લેખો પણ છે.  જેમાં બ્રાહ્મી લિપિવાળી ગુફા નાડાપા [કચ્છ] ની પૂર્વે ભૂરી ગડામાંથી મળી આવેલ છે. [ગુજરાતના ઐતિહાસિક લેખો-ગ્રંથ ૧માં ઉપલબ્ધ છે-આ ઉપરાંત કચ્છ મ્યુઝિયમમાંથી માહિતી ઉપલબ્ધછે.]

૩.      ઈ.સ. આઠમી સદીની ભંભોરની લિપિ પણ અભ્યનસનીય છે. [સંદર્ભ-કચ્છ રચના-ઓક્ટોબર-૧૯૭૬]

૪.      ઈ.સ. ૧૧૪૭ થી ૧૯૪૭ સુધી પુરાં આઠસો વર્ષ કચ્છ પર જાડેજાઓનું રાજ હતું. આ સમય દરમ્યાન “જાડેજા ભાષા” વિકસી હતી.

૫.      ઈ.સ. ૧૦૬૫ થી ૧૨૦૩ ગુજરાતની સોલંકી સત્તાનું રાજ હતું. આ સમય દરમ્યાન ગૌર્જર અપભ્રંશના અનેક ધાતુઓને શબ્દોનું કચ્છીકરણ થયું, કચ્છી સિંધિથી દૂર થઈ ગુજરાતીને નજીક થવા માંડી. વધુમાં ગુજરાતના વાઘેલા અને રાજસ્થાન સિંધના સોઢા વચ્ચેના સંબંધો વિકાસ પામ્યા. આથી કચ્છી જાડેજાની પિતૃભાષા અને માતૃભાષા ગુજરાતી બની. [સંદર્ભ-કચ્છ-દર્શન-શ્રીશંભુદાન ગઢવી]

        કચ્છમાં કેળવણી ગુજરાતી ભાષામાં શરૂ થઈ સરકારી ગેઝેટિયરની નોંધ જોઈએ તો-In 1854 there was only one vernacular school in Bhuj.

૬.      કચ્છીને પોતાની લિપિ નહીં હોવાને કારણે કચ્છીઓ વ્યવહારમાં ગુજરાતી લિપિ વાપરે છે. પણ કચ્છના ધ્વનિબંધારણને ધ્યાનમાં લેતાં એમાં થોડા ફેરફાર જરૂરી લાગે છે.

        કોઈ પણ ભાષાની લિપિ યોજના તેના ધ્વની ઘટકોના અનુસંધાને થાય, અર્થાત કચ્છની લિપિ યોજવી હોયતો આપણે તેના ધ્વની ઘટકો નિયત કરવા પડે. કચ્છીના લખાણની રૂઢરીતિને ધ્યાનમાં રાખીને ગુજરાતીની લિપિ અપનાવી છે. દેવનાગરી લિપિ પણ પ્રયોજી શકાઈ હોત તેને જે થોડાક ફેરફારો સાથે અપનાવીએ તો એક પ્રકારની સુગમતા રહે.

        આમ કચ્છી બોલીને વિકાસ અને કચ્છી લિપિ માટે સઘન પ્રયત્ન કરવામાં આવેલ જ છે. કચ્છી ભાષાના લેખનમાં એક વાક્યતા જળવાય તે દ્દષ્ટિએ કચ્છીભાષાની જોડણી અંગે અંગે કચ્છીબોલીના ઉચ્ચારણો મુજબ જોડણી થઈ શકે તે માટે ૧૮ સૂચનો ડૉ.શાંતિભાઈ આચાર્યે સૂચવેલ છે. [સંદર્ભ-વિદ્યાપીઠ-જુલાઈ-ઓગસ્ટ-૧૯૮૬-કચ્છીભાષાની જોડણી] આ વાત થઈ કચ્છી બોલીની અને પ્રથમ લિપિ બાબત ગેરમાર્ગે દોરનારની.

        હવે જોઇએ ૧૨મી સદીની લિપિની મર્યાદા અને વિશ્વમાં તેનું સ્થાન.

“કચ્છી અદ્યાપિ સજીવ છે કારણ કે પ્રતાપરાય ત્રિવેદી, દુલેરાય કારાણી, કવિ “તેજ”, નારાયણ જોશી “કારાયલ”, ડૉ.વિસન નાગડા, જયંતિ જોશી ‘શબાબ”, ઈત્યાદિ સાહિત્યકારોને હાથે ‘કચ્છી’ આજે શિષ્ટભાષાનું સ્થાન માણી રહી છે, કાલે એ ‘પ્રશિષ્ટ’ ભાષા પણ બનશે. આથી વર્તમાન કચ્છીભાષાનાં જીવંત સ્વભાવિક ઉચ્ચારણો પ્રમાણે લેખનમાં પણ એક વાક્યતા સાચવવાની દિશામાં સરળતા થશે” આ વાક્યો છે માનનીય કે.કા. શાસ્ત્રીનાં. [સંદર્ભ-પગદંડી]

        ઉપરોક્ત ભાષા શાસ્ત્રી અને ભાષાવિદ્‍ના અવતરણો જ કચ્છી લિપિ અને કચ્છી બોલી માટે ગુજરાતી લિપિનું અનુબંધન સ્પષ્ટ કરે છે કે ગુજરાતી લિપિમાં કચ્છી વિશિષ્ટ અને પ્રણાલિગત ઉચ્ચારણોને રૂઢ કરવા માટે અવકાશ છે.ને

        હવે આ લિપિને સમજવા માટે લેખન પધ્ધતિને ટૂંકમાં જોઇએ તો એમ કહી શકાય કે “script is a human invention”

ભાષા એ ઇતિહાસ અને સમાજની ઉપજ છે. લિપિની શોધ મનુષ્યે કરેલી છે. વિષયને બદલવાની સૂઝ મનુષ્યમાં છે. મનુષ્ય ભૂતકાળની ઘણી પધ્ધતીઓ કદાચ ભૂંસી નાખી હોય પણ લિપિમાં ક્રાંતિ/સુધારા-વધારા ઘણી ધીમી ગતિએ થાય છે. આથી પ્રણાલીગત પધ્ધતી મુજબની લિપિ માટે કોઇ છેવટનું મંતવ્ય બાંધી લેવું હિતાવહ નથી. લિપિ મનુષ્ય નિર્મિત હોવાથી સ્વભાવિક છે કે મનુષ્યના દરેક સામાજીક જૂથોને આધિન પરીવર્તનશીલ હોય. જો કે આ પરિવર્તનમાં ભૂતકાળના અવશેષોનો માત્ર અંશ હોય છે, પણ આ પરિવર્તન ઘણું ધીમું હોવાથી તેને સિદ્ધ કરવું મુશ્કેલ હોય છે.

૧.      દુનિયાની સાતહજાર કરતાં વધુ બોલાતી ભાષાઓ આજે જીવંત છે. આ બોલાતી દરેક ભાષા/બોલી પૈકી સો કરતાં વધુ ભાષા/બોલીઓને આજે પણ પોતાની લિપિ નથી છતાંય એવો કોઇ સમાજ કે જુથ નથી કે તેની પોતાની બોલચાલની ભાષા કે બોલી ન હોય. કારણ કે ભાષા અને લેખન વ્યવસ્થા એ મનુષ્ય નિર્મિત છે. બોલાતી ભાશષાઓનું પ્રતિનિધિત્વ લેખિત ભાષામાં થાય છે. મનુષ્યે પોતાના વિચાર અને કાર્યની અભિવ્યક્તિ લાંબા સમય સુધી સંગ્રહિત કરવા માટે લિપિના માધ્યમની રચના કરી. આ લેખન વ્યવસ્થા મગજ અને વિચારની પ્રક્રિયાને શબ્દમાં મૂકવા માટેની છે, જે પરિવર્તનશીલ છે. [Graman-Coulman]

૨.      શુધ્ધ લેખન [0rthography] માટેના ઘણા પ્રકારો પરંતુ Harris A. Cotheat મંતવ્ય મુજબ મુખ્યત્વે નીચેના ગણાવી શકાય, [૧] Written system-લેખન વ્યવસ્થા-વર્ણધ્વનિલેખન. [૨] Script-લિપિના આકાર/ઘાટ-આકૃતિ ઘાત પ્રકાર.

[૩] Orthography-પરિવર્તનશીલ [વર્ણવિન્યાસ]- શુદ્ધ વર્ણવિન્યાસ, જોડણી વર્ણવિન્યાસ શુદ્ધ લેખન, પ્રણાલિગત પરંપરાગત.

        આ પ્રકારો વચ્ચેનો તફાવત શોધવા માટે પોતાની જાતને તેમાં મૂકીને તેનો કેવી રીતે ઉપયોગ થાય તે જાણવું જોઇએ અને પછી તે બાબતમાં આવેલ વિચારને પાના પર શબ્દના સ્વરૂપે મૂકીને તેની પ્રક્રિયા કરવી જોઇએ.

        આ પ્રક્રિયા ત્રણ પ્રકારની લેખન પદ્ધતિના ઉપયોગથી દુનિયાની ભાષાઓમાં થાય છે, જો કે એક પણ ભાષાની લિપિ માટે આ પ્રકારો સંપૂર્ણ નથીન છતાં તેની માટેના આદર્શ લિપિના પ્રકારો નીચે મુજબના ગણાવી શકાય.

૧.      Logographic System [દરેક શબ્દના અલગ પ્રતિક] મુદ્રણકલા/શબ્દચિહ્નલેખન/ચિત્રોવાળી વ્યવસ્થા.

૨.      Alphabetic System [અક્ષરોવાળી વ્યવસ્થા] ભાષામાં દરેક ધ્વનિઘટકતા અલગ ચિહ્ન/પ્રતિક.

૩.      Syllabaries System [અક્ષર, ધ્વનિમુક્ત, અક્ષરોચ્ચારિત, અઘરમાળા વ્યવસ્થા] ભાષામાં દરેક અક્ષરના આગ ચિહ્ન.

        મૂળ પ્રશ્ન ઉદ્‍ભવે છે કે શબ્દ લેખન પદ્ધતિ [Logographic System] કરતાં વર્ણક્રમિક વ્યવસ્થા

[Alphabetic System] ની માનસિક પ્રક્રિયામાં ધ્વનિવ્યવસ્થા એ મહત્વનો ભાગ છે, જ્યારે લેખિત શબ્દોના

રેખાચિત્ર [Logographic] કરવા માટે તે સાદ્દશ્ય વ્યવસ્થામાં સંગઠિત કરાવા માટેની આગ વ્યવસ્થા છે.

Logographic System [દરેક શબ્દના અલગ પ્રતિક]

        આ લેખન વ્યવસ્થા ચાઇનિઝ, જાપાનિઝ, કોરિયા ઇત્યાદિ દેશોમાં પ્રચલિત છે, આ લિપિના અક્ષરને

અલગ અક્ષરો દ્વારા દર્શાવી શકાતાં નથી, કે અલગ અને ભિન્ન ધ્વનિ તરીકે પણ ઉપયોગ કરી શકાતો નથી.

આ અક્ષરો શબ્દ કે શબ્દના એક ભાગરૂપે પ્રતિનિધિત્વ કરે છે, આમાં ક્યારેક દેખિતું સામ્ય હોય તો તેના શબ્દ

કે શબ્દના ભાગમાં વસ્તુ-પ્રદાર્થને અઝર ઉચ્ચારણ દ્વારા તેને સંકલિત કરી તેનું અનુકરણ પણ કરી શકાતું

નથી. આમ વર્ણાનાનુક્રમિક લેખનના વિષિષ્ટ ગુણધર્મો અને લક્ષણ વગેરેનું વર્ણન આખા – શબ્દમાં

અભિવ્યક્ત કરવામાં આવે છે. ચાઇનીઝ ભાષાની મુખ્યવાત એ છે કે ચાઇનીઝ વર્ણલેખનમાં તેનાં [ગુણધર્મ]

લક્ષણ અને અર્થ વચ્ચે સાંકળતા જ નથી પરંતુ તે ભાષાના કેટલાક વિશિષ્ટ અંગોમાં શબ્દોને કોઇક રીતે

સમસ્વરવર્ગ [Homo phone] સાથે કરીને લેખનની વ્યવસ્થામાં શબ્દના ઉચ્ચારણને પ્રસ્તુત કરવામાં આવે છે.

ટૂંકમાં ચાઇનીઝ શીખવા માટે ૨૦૦૦ અક્ષરો શીખવા પડે અને જાપાનીઝ શીખવા માટે ૧૯૫૦ અક્ષરો શીખવા

પડે.

Alphabetic System [વર્ણાનુક્રમિક, વર્ણમાલા સંબંધિ વ્યવસ્થા]

        આ પદ્ધતિથી શીખવા અને તેને સંગ્રહિત કરવા માટે એક પછી એક ચરિત્રણ પરથી કરી શકાય છે. ધ્વનિશાસ્ત્રની જાણકારીના આધારે શબ્દોનું ઉચ્ચારણ કેવી રીતે કરી શકાય તેની જાણકારીથી જોડણીની કલ્પના કરી શબ્દોમાં મૂકી શકાય છે. આમ તો Alphabetic System શીખવવા માટે સરળ છે કારણ કે તે ભાષા લખવાનું શીખે છે તે ભાષા પહેલાં બોલતી હોય છે.

Syllabaries System [અક્ષર, ધ્વનિમુક્ત, અક્ષરોચ્ચારિત, અક્ષરમાળા વ્તવસ્થા.]

આ     પદ્ધતિમાં ભાષા શીખવવામાં સૌથી ઓછી ભૂલ થાય છે. Syllabaries System શીખવા કરતાં બોલાતા શબ્દોને આબેહૂબ અવાજને ઓળખીને તેના પરથી શબ્દ બનાવે છે. આલ્ફાબેટમાં અક્ષરનું માળખું એ જ રહે છે. આ પરથી વર્ણમાં ઉપયોગ Grapheme Phoneme Correspondence [GPC Rules] દ્વારા થઈ શકે છે. તેવું ઉત્તમ ઉદાહરણ છે. આ ઉપરાંત આ વ્યવસ્થાથી International Script માં પણ રૂપાંતર કરીને સમગ્ર વિશ્વમાં કોઇ પણ ભાષાને તેના મૂળગુણધર્મોએ વળગીને અભિવ્યક્ત કરી શકાય છે.

        આ લિપિના પ્રકારોના ગુણ-દોષ જોયા બાદ વિશ્વના સ્તરે જે લિપિના પ્રકારો સ્વીકારાયા છે તેને જ માન્ય ગણીને લિપિનો આગ્રહ સેવવો ઉચિત ગણાય. મૂળ ભાષા તે બોલાતી ભાષા જ ગણાય અને આથી તેને સંગ્રહિત માટે લિપિનું આયોજન ઉચ્ચારણ શાસ્ત્રને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવે છે. [International Phonetic Script]

વિશ્વમાં જીવંત ૭૦૦૦ કરતાં વધુ ભાષાઓની લિપિ Alphabetic-Syllabaries પદ્ધતિ અપનાવેલ છે અને જે સરળ અને સહજ હોવાનું સાબિત થયેઅ છે. ચાઇનિઝ સરકારે તો આગામી વર્ષોમાં સરકારને ખર્ચે અંગ્રેજી ભણવાનું ફરજિયાત કરેલ છે. ભારતિય ભાષાઓમાં પણ આજ લેખન પદ્ધતિ અપનાવેલ છે. ભાષા-વિજ્ઞાનના સંશોધનો ઉચ્ચારણ અને ઉચ્ચાર પ્રક્રિયાની અવગણના કરી શકતા નથી. કચ્છી લિપિને જો કાયમી સ્વરૂપ આપવું હોય તો ભાષા વિજ્ઞાનીઓની મદદથી જ આ કાર્ય કાયમી ધોરણે થઇ શકશે. હા! એમને સમજવા માટે કદાચ તમારે એમની “ભાષા” શીખવી જરૂરી છે.

        [સાભાર-કચ્છ અર્પણ-ડીસેમ્બર ૨૦૧૦]

“કચ્છી ભાષા નૅટજે નજ઼ારે”

॥ इदं अन्धंतमा कृत्सन जायते भूवनत्रम् । यदि शब्दाहृयं ज्योतिर् आसंसारं न दीप्यते ॥

ક્ચ્છીભાષા નૅટજે નજારે [KBNN] અંતર્ગત આધુનિક જમાનેકે ખ્યાલમેં રખંધે કચ્છીભાષાનેં કચ્છીભાષામેં સર્જન કરીંધલ કવિ-લેખકેંજો સર્જન ધુનીયાંજે છે તૈં પુજાયલા અસીં કચ્છીભાષાજે સર્જકેંજે સર્જનલા વ્યક્તિગત “બ્લૉગ” ભનાય ડીંધાસીં. જુકો કો પણ ઈનકે નૅટતેં નૅરે સગ઼ંધા, તીં તેં મેથે “કૉમેન્ટ” (ચર્ચા) પ  કરે સગ઼ંધા, નેં સર્જક પણ નૅટજે માધ્યમસેં તેંકે જભાભ વારે સગ઼ંધા તીં ઉનજો “બ્લૉગ” પ નૅરે સગ઼ંધા.

          હી પરસ્પર કવિતા-લેખ જ્યૂં ગ઼ાલીયૂં ભાષાજે પેટારકે પુખતો નેં મુગ઼તો ભનાઈંન્યૂં, તીં કચ્છીભાષાજે સર્જકેં જે વિકાસજે વેંણમેં ગતિ અચીંધી ત અસાંજો હેતુ પાર પ્યો લેખાંધો.

          બ્લૉગકીં ન્યારણૂં ? નં બુજંધલ ભાવર ભેંણેંકે અસીં ડિસ વતાઈંધાસીં તીં તિતરો ટૅમ ક તેંનૂં વધૂ ટૅમ અસીં ઇનજો સંચાલન કરીંધા રોંધાસીં, મેડ઼ે મેડ઼ે (સગ઼વડ઼ે) પંજ ડૉ સર્જકેં કે ભેરા કરે ઉનીં મિણીકે બ્લૉગ વતાઈંધાસીં, નેં તેં મથે મિણીં ભેરી ચર્ચા પ કંધાસીં. સર્જક કે નીચેં ડિનલ બ ઠેકાંણેં મિંજા કો પ હિકડ઼ે સિરનામેં તેં પિંઢજો સર્જન હલાય ડીંણૂં પોંધો. હી માત્ર કચ્છીભાષાજી સેવાજો માધ્યમ હૂંધે કો પ જાતજો ચાર્જ સ્વીકારેમેં ક ગ઼િનેમેં નઈં અચે.

.       હિક કાર્યક્ર્મજા સભ્ય માત્ર કચ્છીભાષામેં સર્જન કરીંધલ થિઇ સગ઼ંધા.

.       સર્જક જ્યૂં ત્રૅ કવિતાઊં – [જેંમેં હિકડ઼ી છાંદસ ઉપરીયાંત ગીત અછાંદસ મેં ભનલ કો રઅનાઊં હૂંણીંયૂં ખપેં]

.       હિકડ઼ી વાર્તા નિબંધઆંજો સર્જન હથેં લિખલ ત્રૅ પનાં ટાઇપ કરૅલા ફૉર સાઇઝ જે પનેંનૂં જિજો નં હૂંણૂં ખપે, પ્રકાશિત તીં અપ્રકાશિત સાહિત્ય કે સ્થાન મિલંધો]

.       સર્જક કે હિકડ઼ો – [પિંઢજો) પુસ્તક હલાયણૂં, જુકો પાછો નૈં મિલી સગ઼ે. [અસીં ચોં તૅર.]

.       સંપૂર્ણબાયોડૅટા [ઓરખપત્રક]

.       સર્જકજો ફોટો [પાસપોર્ટ સાઇઝ]

બાયોડૅટા        .       પૂરો નાં અટક સોંત.

.       બાઇજો નાં.

.       ઉપનામ. [વે ત]

.       જન્મ તારીખ.

.       અભ્યાસ.

.       મૂર ગામ.

.       છૉક [હૉબી]

.       હૅરજો સિરનામૂં [પીન કોડ સોંત]

.       લેન્ડ લાઇન/મૉબાઇલ નિમર.

૧૦.      મૅઇલ [વે ત] નિકાં [નીચેં] ઇ મૅઇલજે ખાનેંતેં આંકે કિન નાલેજો [ઇ-મેઇલ-આઇ-ડી] ભનાયણૂં આય તેંજો સૂચન [બ નૂં ત્રૅ નાલા સૂચન કેંણાં]

          ૧…………………………………૨………………………………૩……………………………….

૧૧.      પ્રકાશિત પુસ્તક [સાહિત્ય પ્રકાર તીં પ્રકાશન વરેં સોંત]

          ૧………………………………………………૨……………………………………………………

          ૩………………………………………………૪……………………………………………………

          [ક તેંનૂં વધૂ વેં ત બે કાગ઼રમેં લિખી હલાયણૂં]

૧૨.      પુસ્તકકે મિલલ ઍવૉર્ડ તીં વરેં………………………………………………………………..

જિજી જાણકારીલા  – રવિ પેથાણી “તિમિર” ૯૭૨૮૬ ૧૦૨૮૭

લાલજી મેવાડા “સ્વપ્ન” ૮૧૪૧૭ ૭૭૫૯૦ (૦) ૯૭૪૩૦ ૩૫૧૩૩

કાગ઼ર વૅવાર  

LALJI MEVADA  – [હી સિરનામૂં અંગ્રેજીમેં કેંણૂં]

(#16/8-1-Gouri Nanjesvara Nilaya : “G” Cross : Avalhalli Main Road : Byataranapura : New Extension : Mysore Road-BANGALORE-560 026)

eid. [ઇ-મૅઇલ આઇ ડી – એકાઉન્ટ ઑપન કરેલાજરૂરી, જેંમેં વર્ડપ્રેસજા કિતરાક મૅસેજ અચેં]

બ્લૉગ – (દા..)www.http://laljimevadaswapna.wordpress.com

બ્લૉગ– www.http://……………………..[જિકીં રખણૂં સે]……………………….wordpress.com

યૂઝર્સ નેઇમ આંજો નાં.

પાસવર્ડ – (જિકીં વેં સે)

બ્લૉગમેં વિભાગ

હૉમ પૅજઐં જિકીં પ અપલોડ ક્યોં અયોં સે મિડ઼ૅ ન્યારે સગ઼ો.

.       ઊર્મીંએંજો ઓફાણ– કવિતા વિભાગ [માત્ર સર્જક જ્યૂં કવિતાઊં]

.       કચ્છ જે સંતેં નેં કવિએંજો કોઠાર [પૂર્વજ કવિ નેં ઇનીજી ઓરખાણ-સર્જનનેં કચ્છીભાષાજા લેખ (ગુજરાતીમેં પણ)

.       ચૉપડ઼ીયેં જો ચૉક– સર્જક જ્યૂં તીં બિયૂં ચૉપડ઼ીયૂં ન્યારે સગ઼ો.

.       ભાવરેંજો ભેરપો– અલગ અલગ કવિએં જ્યૂં કવિતાઊં>-વાર્તાઊ, [જેંજે નાં બ્લૉગ હૂંધો તેંકે] ખાસો લગ઼ે સે.

.       શબ્દજો સંજીરો– માત્ર પિંઢજો જ સર્જન [વાર્તા-કવિતા-લેખ]

નિમૂનેં ધાખલ ન્યાર્યૉ –       www.http://laljimevadaswapna.wordpress.com

                                                www.http://jayeshbhanshalijayukbnn.wordpress.com

                                                www.http://narayanjoshikarayalkbnn.wordpress.com

                             www.http://visramgadhhvikbnn.wordpress.com

                                    www.http://kanjimaheswarirakhiokbnn.wordpress.com

                        www.http://drmanjulabhattkbnn.wordpress.com

                        www.http://drrameshbhattrasmikbnn.wordpress.com

જેંમેં – હાલ ન્યાર્યૉ –

૧.       ઊર્મીએંજો ઓફાણ – [કવિતા વિભાગ] સર્જક જ્યૂં કવિતાઉં માત્ર.

૨.       કચ્છજે સંતે નેં કવિએં જો કોઠાર – કચ્છીભાષા બાબત [ગુજરાતી] લેખ. *કચ્છીમાત્ર બોલી નથી. સંપૂર્ણભાષા છે. બારસો બારસો વર્ષથી અસ્તિત્ત્વમાંછે. / કચ્છીભાષાની લિપિ – મૂળાક્ષરો. / ઈ. ૧૭૩૭ ની એક હસ્તપ્રત પ્રમાણે. / કચ્છી લિપિ ઇતિહાસમાં-“ભંભોર’’ ખોદકામમાંથી હસ્તગત થયેલા આઠમી સદીના માટીના માપીયાના પુરાવાશેષો જેના પર પ્રાચીન કચ્છી લિપિ સને ૧૮૯૬માં મુંબઈ દત્ત પ્રેસમાં છપાયેલી “સઠ ગીનાન” ચોપડીનો [છપાઈંધલ “મુરાધ અલી”] મુખપુષ્ટ/શ્રી નારાયણજી તુલસીદાસ જોબનપુત્રાએ ૧૯૯૨માં ૐ માંથી બનાવેલા કચ્છીભાષાના મૂળાક્ષરો/[શ્રીરામસિંહજી રાઠોડ] *કચ્છીભાષાના મિતાક્ષરીપણાની લાઘવતા અને અનેકાર્થી ક્ષમતા સુખદ આશ્વાસન પ્રેરે છે. [માવજીભાઈ સાવલા] *કચ્છી ગદ્ય સાહિત્ય સમસ્યા અને નિવારણ [પ્રતાપરાય ત્રિવેદી] *કચ્છીઓ માટે કચ્છી એટલે સગી માતાનું ધાવણ [લાલજી નાનજી વકીલ]

૩.       ચૉપડ઼ીએંજો ચૉક – ૧. “સબધજી સુરમ’’ (લાલ્‍જી મેવાડા] ૨. “પંડિત શ્યામજી કૃષ્ણ્વર્મા” [ભાવાનુવાદ-જયેશ ભાનુશાલી ‘જયુ” ૩. “ગુજરાત ગજલ ગુલજાર” જો  હિન ફેરેજો કચ્છી અંક “ગુલદસ્તો” [સંપાદક-ધીરેદ્ર મહેતા] ૪. “રાંધ” [કવિતા] ગુલાબ દેઢિયા.

૪.       ભાવરેંજો ભેરપો – કચ્છીભાષામેં સર્જન કરીંધલ હરેક કવિજી કવિતા કે સ્થાન.

૫.       શબ્દજો સંજીરો – વાર્તાઊં-લેખ

ખાસ – હી માહિતી મિણીંકે હલાયમેં અચેતી, છતાં હિકડ઼ેં-બેં કે જાણ કેંણી ફરજ સમજણી.

                             આભાર……….લાલ્‍જી મેવાડા “સ્વપ્ન”